બનાસકાંઠા રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાને અચાનક હાર્ટ એટેક આવ્યો છે. તબિયત બગડતા જ તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાજપના પ્રમુખની તબિયત લથડવાના સમાચાર વાયુવેગે પ્રસરતા રાજકીય વર્તુળોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
પાલનપુરની હોસ્પિટલમાં સારવાર શરૂ, તબિયતમાં સુધારો
હાર્ટ એટેકની ઘટના બાદ કીર્તિસિંહ વાઘેલાને પાલનપુરની હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ આઈસીયુ (ICU) માં રાખવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા સમયસર સારવાર શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ તબીબોના જણાવ્યા મુજબ, હાલ તેમની સ્થિતિ સ્થિર છે અને તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે, જેનાથી સમર્થકોએ રાહતનો શ્વાસ લીધો છે.

