બનાસકાંઠા જિલ્લાના ડીસા સ્થિત બનાસ નદીના પુલ પર એક ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. અહીં નડાબેટ બોર્ડર તરફથી આવી રહેલી BSFની ટ્રક, એક ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.
ટ્રકમાં ડ્રાઈવર સહિત 30 જવાનો હતા સવાર, સદનસીબે મોટી જાનહાની ટળી
પ્રાપ્ત વિગતો અનુસાર, જે BSF ટ્રક અકસ્માતનો ભોગ બની તેમાં ડ્રાઈવર સહિત કુલ 30 જવાનો સવાર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે, જોરદાર ટક્કરને કારણે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થવાથી અટકી ગઈ હતી, જેનાથી તંત્ર અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.


