બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે રબારી સમાજના સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ યુવાનોને માર્ગદર્શન આપતા એક ખૂબ જ સ્પષ્ટ અને પ્રેરણાદાયી નિવેદન આપ્યું હતું, જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. તેમણે યુવાનોને રાજકારણનો મોહ છોડીને પોતાના ભવિષ્ય, શિક્ષણ અને વ્યવસાય પાછળ ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂક્યો હતો.

સહકારી મંડળીઓ પાછળ લાખો રૂપિયાનું રોકાણ કરવા પર સવાલ

સમારોહને સંબોધતા ધારાસભ્ય માવજી દેસાઈએ ખુલ્લીને વાત કરી હતી કે, સમાજના લોકો સહકારી મંડળીઓ બનાવવા પાછળ 5, 10 કે 25, 25 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે, પરંતુ આટલા મોટા રોકાણ બાદ આખરે તેમને બદલામાં શું મળે છે? તેમણે સવાલ કર્યો હતો કે, આટલો ખર્ચ કર્યા પછી માત્ર મત આપવાનો અધિકાર જ હાથમાં આવે છે. જો આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ પોતાના દીકરા-દીકરીઓના શિક્ષણ અને ભવિષ્ય પાછળ કરવામાં આવ્યું હોત, તો આજે સંતાનો કરોડપતિ બની ગયા હોત.

Banaskantha News MLA Mavji Desai Advises Youth to Focus on Business & Education at Banaskantha Snehmilan (3)

રાજકારણ છોડી શિક્ષણ અને ધંધા ક્ષેત્રે આગળ વધવા ટકોર

માવજી દેસાઈએ યુવાનોને અપીલ કરી હતી કે, તેઓ બિનજરૂરી રાજકારણનો મોહ રાખવાનું બંધ કરે અને પોતાનું સંપૂર્ણ ધ્યાન શિક્ષણ, ધંધા-રોજગાર તથા બંધારણીય વ્યવસ્થાઓને સમજવા પર કેન્દ્રિત કરે. તેમણે યુવાનો આર્થિક રીતે પગભર બને અને સ્વસંપન્ન થાય તે માટે સખત મહેનત કરવાની હાકલ કરી હતી. સમાજિક વિકાસ માટે શિક્ષણ અને વ્યાપાર જ સાચી ચાવી છે, તેમ તેમણે જણાવ્યું હતું.

Banaskantha News MLA Mavji Desai Advises Youth to Focus on Business & Education at Banaskantha Snehmilan (2)

આગામી 26 અને 27 ડિસેમ્બરે ભવ્ય બિઝનેસ સમિટનું આયોજન

યુવાનોને આર્થિક રીતે મજબૂત અને ઉદ્યોગસાહસિક બનાવવાના ઉદ્દેશ્યથી આગામી સમયમાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ધારાસભ્યએ જાહેરાત કરી હતી કે, આગામી 26 અને 27 ડિસેમ્બરના રોજ વિશેષ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે સમાજના તમામ યુવાનો અને નાગરિકોને આ સમિટમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અને તેનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.


આ પણ વાંચો: Banaskanthaના દાંતામાં રોડ અકસ્માતે મચાવ્યો હાહાકાર! બ્રેક ફેઈલ થવાથી પિકઅપ વેન પલટી જતાં 1નું મોત અને અનેક ઘાયલ