બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતાં પાટણ-શિહોરી  હાઇવે પર અકસ્માતોની શ્રેણી ચાલુ જ રહી છે. આજે ઉબરી ગામના પાટિયા નજીક પૂરઝડપે આવી રહેલી કાર અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઇકના કૂડચે-કૂડચા ઊડી ગયા હતા અને તેના પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા.

કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર

આ દુર્ઘટનામાં બાઇક સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘવાયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત 

108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને વધુ અને સુવિધાયુક્ત સારવાર માટે પાટણની ધારપુર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે જાણ થતાં જ શિહોરી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકના મૃતદેહને કબ્જે કરી પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે સિહોરી રેફરલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. આ સાથે અકસ્માત સર્જી ફરાર કે રોકાયેલી કાર ચાલક સામે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Mehsana: DDO પ્રદીપસિંહ રાઠોડની કારનો અકસ્માત; પગમાં ઈજા થતાં વિસનગર હોસ્પિટલમાં દાખલ