મહેસાણા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) પ્રદીપસિંહ રાઠોડની કારને એક માર્ગ અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના ખરણા-બોરું ગામ નજીકથી પસાર થઈ રહેલી DDO ની કાર સામેથી આવી રહેલી અન્ય એક કાર સાથે સામસામે અથડાઈ હતી.
DDO પ્રદીપસિંહ રાઠોડની કારને નડ્યો અકસ્માત
આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારને નુકસાન પહોંચ્યું હતું.અકસ્માતની આ ઘટનામાં કારમાં સવાર મહેસાણા DDO પ્રદીપસિંહ રાઠોડને પગના ભાગે વાગતાં ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતાં જ આસપાસના લોકો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે અને મદદ માટે દોડી આવ્યા હતા.
