ભરૂચ જિલ્લામાંથી અકસ્માતની એક દુઃખદ ઘટના સામે આવી છે. આમોદ-પાલેજ રોડ ઉપર હિટ એન્ડ રનની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં એક અજાણ્યા વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

દોરા-દાંડા ગામ નજીક સર્જાયો અકસ્માત

પ્રાપ્ત માહિતી અનુસાર, આમોદ-પાલેજ રોડ પર આવેલા દોરા-દાંડા ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડી રહેલા એક અજાણ્યા વાહને રસ્તા પર જઈ રહેલા ઈસમને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે તે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

108 દ્વારા હોસ્પિટલ ખસેડવાની તજવીજ

અકસ્માતની જાણ થતા જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ દુર્ભાગ્યવશ ઈજાગ્રસ્ત વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

Bharuch News: Hit and Run on Amod-Palej Road, One Dead

આમોદ પોલીસ દ્વારા ફરાર વાહનચાલકની શોધખોળ

આ ગંભીર અકસ્માતની ઘટના અંગે આમોદ પોલીસ મથક દ્વારા ગુનો નોંધીને કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માત સર્જીને અંધારાનો લાભ લઈને નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો: Bharuch: કોંગ્રેસ દ્વારા ચાય પે નહીં ચીની પે ચર્ચાના નામે વિરોધ પ્રદર્શન