ઔદ્યોગિક અને દરિયાકાંઠાના જિલ્લા એવા ભરૂચમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો, જેના કારણે વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો વધી ગયો હતો. જોકે, આજે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને કાળાડીબાંગ વાદળોના ગડગડાટ વચ્ચે તેજ પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
ભરૂચમાં વિરામ બાદ વરસાદ
અચાનક શરુ થયેલા વરસાદને કારણે સમગ્ર શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી હતી. ધોધમાર વરસેલા વરસાદના કારણે શહેરના મુખ્ય એવા કસક વિસ્તાર, શ્રવણ ચોકડી, સ્ટેશન રોડ, પાંચબત્તી અને અન્ય નીચાણવાળા વિસ્તારોના રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે.
