ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વાગરાના સાચવેલ ગામ નજીક આવેલા બ્રિજ પરથી એક ભારદારી ટ્રક અચાનક ચાલાકનો કાબૂ ગુમાવતા બ્રિજ નીચે આવેલી ખાડીમાં ખાબક્યો હતો. બ્રિજ પરથી મોટો ભારેખમ ટ્રક નીચે પડતાં જ આસપાસના ગ્રામીણ વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
ONGC ની ફાયર ટીમ અને પોલીસે ક્રેનની મદદથી હાથ ધર્યું રેસ્ક્યુ
અકસ્માતની આ ભયજનક ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને ONGC ની ફાયર ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. ખાડીમાં ખાબકેલા અને કચડાઈ ગયેલા ભારે ટ્રકને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. ક્રેન વડે ટ્રકને ઊંચકીને હાથ ધરવામાં આવેલી રાહત અને બચાવ કામગીરી દરમિયાન ટ્રકમાંથી 1 વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.
