ભાવનગર જેલમાં વિવિધ જમીન કૌભાંડના ગુનામાં સજા ભોગવી રહેલા કાચા કામના કેદી પથુભા ગોહિલનું જેલમાં મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તારણ મુજબ, હાર્ટની બીમારીના કારણે આજે સવારે હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું છે.
ગુજસીટોક સહિતની કલમો હેઠળ 2024થી જેલમાં હતા પથુભા ગોહિલ
પ્રાપ્ત વિગતો અનુસાર, પથુભા ગોહિલ 2024થી અલગ-અલગ જમીન કૌભાંડમાં સંડોવાયેલા હોવાના કારણે જેલમાં બંધ હતા. તેમની સામે ગુજસીટોક (GUJCTOC) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો અને તેઓ છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી ભાવનગર જેલમાં હતા. અગાઉથી જ હાર્ટની બીમારી હોવાથી આજે સવારે અચાનક હાર્ટ એટેક આવતા જેલમાં જ તેમનું મોત નીપજ્યું હતું.
