સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં યોજાયેલા અર્બુદા મહોત્સવ દરમિયાન લક્ષદ્વીપ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલના ભાષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રફુલ પટેલ દ્વારા કડવા, લેઉવા અને આંજણા સમાજને એક થવા માટે કરવામાં આવેલી વાતને લઈને હાલ સમગ્ર રાજ્યના સામાજિક અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.

હાર્દિક પટેલે અર્બુદા, ખોડલ અને ઉમિયા માતાજીનું ગ્રાફિક્સ શેર કરતા ચર્ચામાં આવ્યો વીડિયો

આ સમગ્ર મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે ધારાસભ્ય અને અનામત આંદોલનકારી હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર એક ખાસ ગ્રાફિક્સ શેર કર્યું. આ ગ્રાફિક્સમાં અર્બુદા માતાજી, ખોડલ માતાજી અને ઉમિયા માતાજીને લઈને સામાજિક એકતાનો સંદેશ આપવામાં આવ્યો છે. હાર્દિક પટેલે સામાજિક એકતાનું આ ગ્રાફિક્સ શેર કરતાની સાથે જ પ્રફુલ પટેલનો ભાષણનો વીડિયો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.

ત્રણેય સમાજની એકતાની વાતને લઈ સામાજિક સમર્થનની ચર્ચા તેજ

હિંમતનગરના અર્બુદા મહોત્સવના મંચ પરથી લક્ષદ્વીપ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે રજૂ કરેલી ત્રણેય સમાજની એકતાની વાતને સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. કડવા, લેઉવા અને આંજણા સમાજની એકતાના આ સંદેશને લઈને સમાજના વિવિધ સ્તરે સામાજિક રીતે સમર્થનની ચર્ચા તેજ બની છે.

આ પણ વાંચો:   Junagadh: કિન્નર અખાડાના મહામંડલેશ્વર સ્વીટુ માતા પર જીવલેણ હુમલો! સાધુ શિવગિરીએ હુમલો કરી ફરાર