ધાર્મિક નગરી જૂનાગઢમાં એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. જૂના કિન્નર અખાડાના 1008 અધ્યક્ષ અને મહામંડલેશ્વર ગિરનાર માતા ઉર્ફે સ્વીટુ માતા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો શિવગિરી નામના સાધુ દ્વારા કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જે ઘટનાને અંજામ આપ્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે.

અનેક ગુનાઓમાં સંડોવાયેલા સાધુ શિવગિરીએ કર્યો જીવલેણ હુમલો

પ્રાપ્ત વિગતો અનુસાર, કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનાર માતા (સ્વીટુ માતા) પર સાધુ શિવગિરીએ અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. પોલીસની પ્રાથમિક વિગતો મુજબ, હુમલો કરનાર આરોપી શિવગિરી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. ગિરનાર માતા પર થયેલા આ હુમલાને પગલે સ્થાનિક સ્તરે ભારે ખળભળાટ મચી ગયો છે.

હુમલા બાદ આરોપી ફરાર

જીવલેણ હુમલો કર્યા બાદ આરોપી શિવગિરી ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ પોલીસ કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે કડક તપાસ હાથ ધરી છે અને ફરાર થઈ ગયેલા ગુનેગાર સાધુ શિવગિરીને વહેલી તકે ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં સઘન શોધખોળ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: Ahmedabad: SG હાઈવે પકવાન ચાર રસ્તા બનશે સિગ્નલ ફ્રી, બંને તરફથી સીધી અવરજવર બંધ કરી કેપ્સ્યુલ U-ટર્નની વ્યવસ્થા કરાશે