અમદાવાદના વાહનચાલકો માટે ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા SG હાઈવે પર આવેલા પકવાન ચાર રસ્તાને સિગ્નલ ફ્રી બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા ટ્રાફિક પ્લાન અંતર્ગત પકવાન ચાર રસ્તા SG હાઈવે પર સિગ્નલ ફ્રી બનનાર ચોથું જંક્શન બનશે.
ફ્રી-લેફ્ટ અને કેપ્સ્યુલ U-ટર્નની વ્યવસ્થા
ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે અમલમાં મુકાઈ રહેલા આ નવા પ્લાન મુજબ, પકવાન ચાર રસ્તા પર બંને તરફથી સીધી અવરજવર બંધ કરવામાં આવશે.સિંધુ ભવન રોડ (SBR) અને બોડકદેવ તરફની સીધી અવરજવર બંધ કરી દેવામાં આવશે. વાહનચાલકોની સરળતા માટે જંક્શન પર ફ્રી-લેફ્ટ અને કેપ્સ્યુલ U-ટર્નની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.આ પ્રોજેક્ટ માટે પકવાન ફ્લાયઓવરની પાસે કેપ્સ્યુલ કટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
