વાપીમાં સત્તાનો રોફ જમાવવા માટે ટ્રાફિક અને મોટર વ્હીકલ એક્ટના કાયદાને નેવે મૂકતી એક ઘટના સામે આવતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કૃષ્ણા ભાનુશાલીએ નવી થાર ગાડીની ડિલિવરી લીધા બાદ નંબર પ્લેટની જગ્યાએ 'કોર્પોરેટર' લખાવી શો-રૂમમાંથી બહાર નીકળતા વિવાદ સર્જાયો છે.
નવી થાર પર 'કોર્પોરેટર' લખેલી પ્લેટ લગાવી શો-રૂમમાંથી નીકળવાનો વીડિયો વાયરલ
પ્રાપ્ત વિગતો અનુસાર, કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કૃષ્ણા ભાનુશાલીએ નવી થાર (Thar) ગાડી ખરીદી હતી. પરંતુ ગાડીની ડિલિવરી લેતી વખતે નિયમ મુજબની નંબર પ્લેટના બદલે આગળના ભાગે 'કોર્પોરેટર' લખેલી પ્લેટ લગાવીને તેઓ શો-રૂમમાંથી બહાર નીકળ્યા હતા. શો-રૂમમાંથી નીકળવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે, શું કાયદો માત્ર સામાન્ય લોકો માટે જ છે? નેતાઓ માટે કાયદો કામ નથી કરતો?
