ભાવનગર જિલ્લાના ખરકડી ગામેથી એક અત્યંત ચોંકાવનારો અને ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામમાં રહેતા ત્રણ યુવાનોએ કોઈ અજ્ઞાત અથવા શંકાસ્પદ કેફી પીણું પીધું હતું, જે બાદ અચાનક ત્રણેય યુવકોની તબિયત લથડવા લાગી હતી.
ભાવનગરના ખરકડી ગામે મોટી દુર્ઘટના
વિષયક્ત અસર અથવા પીણાની ગંભીર અસરને કારણે ત્રણેય પૈકી 2 યુવકોની સ્થિતિ વધુ નાજુક બનતાં તેમને તાત્કાલિક અસરથી ભાવનગર શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા બે યુવકો પૈકી એક યુવકનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ભાવનગર પોલીસનો કાફલો હોસ્પિટલ અને ખરકડી ગામે દોડી ગયો હતો.
