ભાવનગર જિલ્લામાં નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલા 'ડ્રગ્સ ફ્રી ભાવનગર' કેમ્પેઈન અંતર્ગત ભાવનગર પોલીસે સપાટો બોલાવ્યો છે. પોલીસે છેલ્લા 24 કલાકમાં ગાંજાના 2 અલગ-અલગ કેસ કરીને ₹50 લાખથી વધુની કિંમતનો 100 કિલોથી વધુનો ગાંજો ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે.
બગદાણાના કળમોદરમાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરનાર ખેડૂત ઝડપાયો
પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસે બગદાણા પંથકમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. બગદાણા ખાતે આવેલા કળમોદર ગામમાં એક ખેડૂતે કપાસના પાક વચ્ચે લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું.પોલીસે સ્થળ પરથી લીલા ગાંજાના 161 છોડ જપ્ત કર્યા છે, જેનું વજન 100 કિલોથી વધુ થાય છે અને તેની બજાર કિંમત ₹50 લાખથી વધુ આંકવામાં આવી છે.પોલીસે આ મામલે ઘોહાભાઈ ભમ્મર નામના ખેડૂતની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ખેડૂતે રૂપિયા કમાવવાની લાલચે ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું.
