કચ્છ-ભુજ વિસ્તારમાં લાંચરુશવત વિરોધી બ્યુરો દ્વારા હાથ ધરવામાં આવેલા એક સફળ ઓપરેશનમાં કોડાય પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિપુલ ચૌધરી રૂપિયા 70000ની લાંચ લેતા રંગેહાથ પકડાઈ ગયા છે.ફરિયાદી નાગરિકની બોક્સાઈટ ખનીજ ભરેલી આઈવા ડમ્પર ગાડીઓ કોડાય પોલીસ સ્ટેશન દ્વારા BNSS કલમ-35 હેઠળ જપ્ત કરવામાં આવી હતી.આ કેસની તપાસ આરોપી હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ ચૌધરી ચલાવી રહ્યા હતા.
ફરિયાદી પાસે 2 લાખની લાંચની ગેરકાયદેસર માંગણી કરી
ફરિયાદીએ પોતાના વાહનો છોડાવવા માટે ભુસ્તરશાસ્ત્રી તેમજ માંડવી કોર્ટમાંથી જરૂરી મુક્તિ હુકમ મેળવ્યો હતો.આ હુકમ આધારે જ્યારે ફરિયાદી જપ્ત કરેલા વાહનો મુક્ત કરાવવા કોડાય પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે તપાસ કરનાર હેડ કોન્સ્ટેબલે વાહનો મુક્ત કરવાના બદલામાં ફરિયાદી પાસે 2 લાખની લાંચની ગેરકાયદેસર માંગણી કરી હતી.ત્યારબાદ રકઝકના અંતે 1 લાખની રકમ નક્કી થઈ હતી.જેમાંથી ફરિયાદીએ સ્થળ પર જ 30000 ચૂકવી દીધા હતા.બાકીના 70000 આપ્યા બાદ જ વાહનોની ચાવીઓ આપવાનો વાયદો આરોપીએ કર્યો હતો.
