બોટાદ શહેરમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને બોટાદ નગરપાલિકાએ બહેનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય નિર્ણય લીધો છે. બોટાદ નગરપાલિકાના સંચાલનમાં આવતી રઘુવીર સિટી બસ સર્વિસમાં રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે શહેરની તમામ બહેનો માટે મફત મુસાફરી સુવિધાની જાહેરાત કરવામાં આવી છે.

28 ઓગસ્ટના રોજ તમામ સિટી બસમાં ફ્રી મુસાફરી

આગામી 28 ઓગસ્ટ 2026, શુક્રવારના રોજ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બોટાદ શહેરમાં દોડતી તમામ રઘુવીર સિટી બસોમાં બહેનો સંપૂર્ણપણે મફત મુસાફરી કરી શકશે. આ દિવસે બહેનો પાસેથી કોઈ પણ પ્રકારનું બસ ભાડું વસૂલવામાં આવશે નહીં.

ભાઈઓને રાખડી બાંધવા જવામાં મળશે મોટી રાહત

રક્ષાબંધનના દિવસે બહેનોને પોતાના ભાઈઓના ઘરે રાખડી બાંધવા જવા-આવવામાં કોઈ મુશ્કેલી ન પડે અને તેમની મુસાફરી સરળ તેમજ સુગમ રહે તે હેતુથી બોટાદ નગરપાલિકા તંત્રએ આ ખાસ ભેટ આપી છે. બોટાદ શહેરમાં રઘુવીર સિટી બસ સર્વિસનો ઉપયોગ કરતી હજારો મહિલાઓને આ નિર્ણયથી સીધો લાભ મળશે. નાગરિકોએ આ સરાહનીયને આવકાર્યો છે.


આ પણ વાંચો - Botadમાં બેકાબૂ સ્વિફ્ટ વીજપોલ સાથે અથડાઈ, બે વ્યક્તિઓનો આબાદ બચાવ