બોટાદ જિલ્લામાં ગેરકાયદે ઓનલાઈન મની ગેમિંગ નેટવર્ક સામે એલસીબી પોલીસે લાલ આંખ કરી છે.પોલીસે આ કેસમાં સપાટો બોલાવ્યો છે.પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ.પાવરા અને તેમની ટીમે બાતમી આધારે કાર્યવાહી કરી છે.પોલીસે પ્રકાશભાઈ પ્રવિણભાઈ સાંકળિયા નામના શખ્સની ધરપકડ કરી છે.પકડાયેલો આરોપી હાલ બોટાદ શહેર ખાતે રહેતો હતો.તેનું મૂળ વતન ગઢડા તાલુકાનું ટાટમ ગામ હોવાનું નોંધાયું છે.તપાસમાં બહાર આવ્યું છે કે આ શખ્સ દ્વારા ઓનલાઈન જુગારની વેબસાઈટ તૈયાર કરાઈ હતી.તેણે ગેમિંગ માટે ખાસ એપ્લિકેશન પણ બનાવી હતી.આ સમગ્ર નેટવર્ક મારફતે લોકો પાસેથી નાણાં મેળવાતા હતા. આ રીતે ગેરકાયદેસર મની ગેમિંગ પોર્ટલ સંચાલિત થતું હતું.
પ્રાથમિક પૂછપરછમાં મહત્વનો ખુલાસો થયો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મહત્વનો ખુલાસો થયો છે.આરોપીઓ દ્વારા જાણીતી ડોમેન કંપનીઓ પાસેથી વિવિધ ડોમેન ખરીદવામાં આવતા હતા.ત્યારબાદ ઇન્ટરનેટ અને એપ્લિકેશનના માધ્યમથી ગેમિંગ પોર્ટલ ચલાવાતું હતું. આ રીતે વ્યવસ્થિત મની ગેમિંગ સિન્ડિકેટ ઊભી કરવામાં આવી હતી.આરોપીઓ વેબસાઇટ મારફતે ડિજિટલ સટ્ટો રમાડતા હતા.આ ગેરકાયદે પ્રવૃત્તિ માટે અલગ-અલગ બેંક ખાતાઓનો ઉપયોગ થતો હતો.આ બેંક ખાતાઓમાં મોટા પાયે નાણાંની હેરાફેરી થતી હતી.નાણાકીય વ્યવહારોની આ વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.એલસીબી ટીમે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન કબજે કર્યો છે. પોલીસે તેની પાસેથી એક લેપટોપ પણ જપ્ત કર્યું છે.જુદી જુદી બેંક ખાતાઓની 9 પાસબુક મળી આવી છે.આ સાથે 8 ચેકબુક પણ કબજે લેવાઈ છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ.30,000 આંકવામાં આવી છે.
