બોટાદ જિલ્લાના બરવાળા અને રાણપુર પોલીસ મથક હેઠળ નોંધાયેલા વિવિધ પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા ગેરકાયદે વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા માટે નામદાર કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ બરવાળા તાલુકાના ટીંબલા ગામે આવેલી સરકારી ખુલ્લી જગ્યામાં જપ્ત કરાયેલા મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રૂ. 1.40 કરોડની કિંમતની 25,000 વિદેશી દારૂની બોટલો પર ફરી વળ્યું રોડ રોલર
ટીંબલા ખાતે યોજાયેલી આ કામગીરી દરમિયાન બરવાળા અને રાણપુર પોલીસ દ્વારા અલગ-અલગ દરોડામાં પકડવામાં આવેલી નાની-મોટી 25,000 થી વધુ વિદેશી દારૂની બોટલોને વિધિવત રીતે જમીન પર ગોઠવવામાં આવી હતી. ત્યારબાદ તેના પર રોડ રોલર ફેરવીને રૂ. 1.40 કરોડની કિંમતના દારૂના જથ્થાનો સંપૂર્ણપણે નાશ કરી દેવામાં આવ્યો હતો.


