સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઘૂસાડાતા વિદેશી દારૂના નેટવર્ક પર સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મોટો પ્રહાર કર્યો છે. ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા જાની વડલાના પુલ નજીકથી એલસીબી પોલીસે બાતમીના આધારે એક શંકાસ્પદ ટાટા કંપનીની ટ્રકને અટકાવીને તપાસ હાથ ધરી હતી.
ચોટીલા હાઈવે પર LCB નો દરોડો
પોલીસે જ્યારે ટ્રકની ઝીણવટભરી તલાશી લીધી ત્યારે ટ્રકના ખાસ બનાવવામાં આવેલા ટાંકામાંથી મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટાંકામાં સંતાડેલી નાની-મોટી કુલ 14,544 નંગ બોટલ ઇંગ્લિશ દારૂ શોધી કાઢી હતી.દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી જ ટ્રક ચાલક નરપતલાલ માંગીલાલ ભાટુ (જાટ) (રહે. બાડમેર, રાજસ્થાન) ની અટકાયત કરી લીધી હતી. એલસીબી પોલીસે 14,544 બોટલ વિદેશી દારૂ, મોબાઈલ ફોન તથા ટાટા ટ્રક મળીને એકંદર રૂ. 39,95,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
