અંબાજી ધામે ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ
અક્ષર પટેલે મા અંબાના ભક્તિભાવપૂર્વક દર્શન કરીને દેશ તથા પોતાના ખેલ કરિયર માટે પ્રાથના કરી હતી. અંબાજી મંદિરના મુખ્ય ભટ્ટજી મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે અક્ષર પટેલ અને તેમના પરિવારને વિશેષ મંત્રોચ્ચાર સાથે મા અંબાના પવિત્ર યંત્રની પૂજા-અર્ચના કરાવવામાં આવી હતી. પૂજા વિધિ સંપન્ન થયા બાદ ભટ્ટજી મહારાજે ક્રિકેટરને આશીર્વાદ પાઠવ્યા હતા.
મા અંબાના દર્શન કરી અનુભવી ધન્યતા
સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ અંબાજી આવ્યા હોવાના સમાચાર મળતાં જ મંદિર પરિસરમાં હાજર ભક્તો અને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દર્શન બાદ અક્ષર પટેલે માતાજીના સાનિધ્યમાં પરમ શાંતિ અને ધન્યતાની અનુભૂતિ થઈ હોવાનું વ્યક્ત કર્યું હતું. મંદિર પરિસર ખાતે પધારેલા ક્રિકેટરનું અંબાજી મંદિર ટ્રસ્ટ અને પૂજારીઓ દ્વારા માતાજીની ચૂંદડી અને પ્રસાદ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Patan: જૂના ગંજ બજારમાં તન્ના ટ્રેડર્સ પર ફૂડ વિભાગના દરોડા, 678 કિલો શંકાસ્પદ ચટણી સીઝ