આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના મોરજ ગામની સીમમાં ધમધમતા એક ગો-ગેસ રિફિલ પ્લાન્ટ પર તારાપુર પોલીસે અચાનક સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન પ્લાન્ટમાં ફાયર સેફ્ટી અને કર્મચારીઓની સુરક્ષા બાબતે ભારે ગંભીર ક્ષતિઓ અને લાપરવાહી સામે આવી હતી. જેને લઈને પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ જોખમી પ્લાન્ટને તત્કાલિક ધોરણે બંધ કરાવી દીધો છે, અને પૂરવઠા વિભાગને સત્તાવાર રીતે જાણ કરી છે.

કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઈન્ડિયા લિમિટેડના નામે રજિસ્ટર છે પ્લાન્ટ

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરજ ગામે આવેલો આ રિફિલિંગ પ્લાન્ટ 'કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઈન્ડિયા લિમિટેડ' ના નામે રજિસ્ટર્ડ થયેલો છે. આ પ્લાન્ટમાં ગો-ગેસના ઔદ્યોગિક અને ઘરવપરાશના સિલિન્ડરોમાં ગેસ રિફિલિંગનું કામ કરવામાં આવતું હતું. જોકે, આટલા મોટા અને જોખમી વ્યવસાયમાં કોઈ જ પ્રકારના સુરક્ષા ધોરણોનું પાલન કરવામાં આવતું ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

Anand News: Illegal Go-Gas Refilling Plant Shut Down in Tarapur, Anand Amid Safety Violations

12 કર્મચારીઓ વિના સેફ્ટીએ જોખમી કામ કરતા હતા

પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે, પ્લાન્ટની અંદર કામ કરતા અંદાજે 12 કર્મચારીઓ કોઈપણ પ્રકારના સેફ્ટી કવચ કે સુરક્ષા સાધનો વિના જ જોખમી કામ કરી રહ્યા હતા. આ ઉપરાંત, પ્લાન્ટમાં લગાવેલા ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ પણ લાંબા સમયથી એક્સપાયર થઈ ગયા હોવાનું ખુલાસું થયું હતું, જે કોઈ મોટી હોનારતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યું હતું.

Anand News: Illegal Go-Gas Refilling Plant Shut Down in Tarapur, Anand Amid Safety Violations

ગ્રામ પંચાયતની ભૂમિકા સામે ઉઠ્યા સવાલો, લોકોમાં ચર્ચા

આટલો મોટો અને જીવતા બોમ્બ સમાન જોખમી ગેસ રિફિલિંગ પ્લાન્ટ ગામની હદમાં ધમધમતો હોવા છતાં સ્થાનિક ગ્રામ પંચાયત કે સરપંચ દ્વારા અગાઉ કોઈ જ કેમ પગલાં લેવામાં ન આવ્યા? તેને લઈને ગ્રામજનો અને આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચાઓ વતી થઈ છે. જો સમયસર પોલીસે કાર્યવાહી ન કરી હોત તો કોઈપણ મોટી દુર્ઘટના સર્જાવાની પૂરેપૂરી આશંકા નકારી શકાય તેમ ન હતી.


આ પણ વાંચો: Anand News: ભાલેજ બ્રિજ નીચે હાઈડ્રો ક્રેનના કારણે ત્રિપલ અકસ્માત, પતરા કાપી ડ્રાઈવર ક્લિનરને કઢાયા