અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલા પાવન પ્લાઝા કોમ્પ્લેક્ષમાં સ્થિત વિનાયક ગેસ્ટ હાઉસમાં ગેરકાયદે દેહવ્યાપાર ચાલી રહ્યો હોવાની ચોક્કસ બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળી હતી. આ બાતમીના આધારે SOG PI પી. બી. ચૌધરીની ટીમે દરોડો પાડીને ગેસ્ટ હાઉસમાંથી દેહવ્યાપાર ચલાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
મહિલાઓ અને પુરુષ ગ્રાહકો રંગેહાથ ઝડપાયા
દરોડા દરમિયાન પોલીસે ગેસ્ટ હાઉસના મેનેજર તેમજ તેના સહકર્મચારીની અટકાયત કરી હતી. આ ઉપરાંત સ્થળ પરથી 3 મહિલાઓ સહિત પુરુષ ગ્રાહકોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, ગેસ્ટ હાઉસમાં બહારથી મહિલાઓને બોલાવીને પુરુષ ગ્રાહકો પાસેથી મોટા પ્રમાણમાં નાણાં મેળવીને ગેરકાયદે દેહવ્યાપાર ચલાવવામાં આવી રહ્યો હતો.

