અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નેસડા ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. નેસડા ગામના એક કૂવામાંથી 24 વર્ષીય પરિણીત મહિલા અને તેની માસૂમ 2 વર્ષની બાળકીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે શોક અને અરેરાટીની લાગણી વ્યાપી ગઈ છે.
ઘરકામ અને પગાર બાબતે ત્રાસ આપ્યાના ગંભીર આક્ષેપ
મૃતક મહિલાના પિતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ, સાસરિયાઓ દ્વારા પરિણીતાને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ઘરકામ બાબતે તેમજ દૂધના પગારના હિસાબ સહિતની અંગત બાબતોને લઈને સાસરિયાઓ દ્વારા તેને ભારે હેરાનગતિ કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
