બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલા બદરપુરા પાટિયા પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 3 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. રિક્ષાને જોરદાર ટક્કર મારીને વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ હિટ એન્ડ રન કેસમાં બનાસકાંઠા એલસીબી ટીમે ત્વરિત કાર્યવાહી કરીને મોટો ઉકેલ લાવ્યો છે.

રીક્ષાને ટક્કર મારી 3 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

ઘટનાની વિગતો અનુસાર, બદરપુરા પાટિયા નજીક મુસાફરો ભરેલી રીક્ષાને એક પૂરપાટ ઝડપે આવતા ટેન્કરે જોરદાર અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં રીક્ષાનો ભુકૂડો બોલી ગયો હતો અને ઘટના સ્થળે જ 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી રફુચક્કર થઈ ગયો હતો.

https://x.com/sandeshnews/status/2112960904942018606?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2112960904942018606%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

બનાસકાંઠા LCBની તપાસ, 160થી વધુ CCTV કેમેરા ખંગોળ્યા

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી બનાસકાંઠા એલસીબીની ટીમે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપી સુધી પહોંચવા માટે પોલીસે અકસ્માત સ્થળ તથા આસપાસના અને હાઇવે પરના 160થી પણ વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ બારીકાઈથી ખંગોળ્યા હતા. સતત ટેકનિકલ સપોર્ટ અને નેટવર્કિંગના આધારે પોલીસે શંકાસ્પદ ટેન્કરની ઓળખ કરી લીધી હતી.

Banaskantha News: Palanpur Hit & Run Solved: Banaskantha LCB Arrests Tanker Driver, 3 Dead

ગણતરીના કલાકોમાં આરોપી ટેન્કર ચાલકની અટકાયત

બનાસકાંઠા એલસીબીની ટીમે સફળ કામગીરી કરી ગણતરીના કલાકોમાં જ ટેન્કર સાથે આરોપી ચાલક મહેશ અંબાભાઈ શેખલિયાની અટકાયત કરી લીધી છે. પોલીસે ગુનામાં વપરાયેલું ટેન્કર પણ કબ્જે કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. એલસીબીની આ ત્વરિત કામગીરીથી મૃતકોના પરિજનોને ન્યાય મળવાની આશા બંધાઈ છે.


આ પણ વાંચો: Palanpur : જસલેણી ગામે નૈવેદ્ય દરમિયાન ભમરાના ઝુંડનો હુમલો, 30થી વધુ લોકો ઘાયલ, અફરાતફરી મચી