ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન વિસ્તારમાં આવેલી વડલી ચોકડી પાસે એક અત્યંત દુઃખદ અને હિંસક ઘટના સામે આવી છે. અગાઉ થયેલા ઝઘડા અને અંગત અદાવતની રંજિશ રાખીને અલગ અલગ સમાજના બે જૂથો આમનેસામને આવી ગયા હતા. નજીવી બાબતે શરૂ થયેલી આ બબાલ એટલી હદે વધી ગઈ કે તેણે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ભોળાભાઈ ચાવડા નામના યુવકનું મોત
આ લોહિયાળ અથડામણમાં બંને પક્ષે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી અને હુમલો થયો હતો. આ હિંસક ઘટનામાં ભોળાભાઈ ચાવડા નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું છે. આ ઉપરાંત, આ અથડામણમાં અન્ય 3 વ્યક્તિઓને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


