દાહોદના આંકલી ગામે લાંચખોર સરપંચ વિરુદ્ધ ACBની સફળ કાર્યવાહી સામે આવી છે. એક વ્યક્તિ વિરુદ્ધ નોંધાયેલા દારૂના કેસને પતાવવાના બહાને આંકલી ગામના સરપંચે ફરિયાદી પાસે રૂ.50000ની લાંચની માંગણી કરી હતી. સરપંચે પોલીસના નામે આ રકમ વસૂલવા માટે વચેટિયા બનીને સમગ્ર સોદો કર્યો હતો. આ સરપંચને એસીબીએ રંગેહાથે લાંચ લેતા પકડી પાડ્યો હતો. 

ખેતરમાંથી પંદરેક દિવસ પહેલા ઇંગ્લીશ દારૂ પકડાયો હતો

ફરીયાદીના ખેતરમાંથી પંદરેક દિવસ પહેલા ઇંગ્લીશ દારૂ પકડાયો હતો. તે વખતે ફરીયાદી ઘરે હાજર નહોતા અને ત્યાર પછી ફરીયાદીના ગામના સરપંચ રમેશભાઇ બારીયાએ ફરીયાદીને જણાવેલ કે તારા ખેતરમાંથી પોલીસે ઇંગલીસ દારુ પકડ્યો છે. જેથી તારે પોલીસને પૈસા આપવા પડશે જો તારે કેશ પુરો કરવો હોય તો હુ તારો કેશ પતાવી આપીશ તેમ કહી 50 હજારમાં પતાવી કેસ દઇશ. 

ACBએ છટકું ગોઠવીને ઝડપી પાડ્યો

સરપંચે કરેલી 50 હજારની માગ સામે ફરિયાદી તેને પૈસા આપવા માંગતા નહીં હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્ય હતો. ફરિયાદના આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં આરોપી સરપંચ ફરિયાદીને અંગ્રેજી દારૂનો કેસ પતાવી આપવા માટેના 50 હજાર રૂપિયા વચેટીયા તરીકે લેતા પકડાઈ ગયો હતો. એસીબીએ લાંચની 50 હજારની રકમ કબજે કરી હતી. આરોપી સરપંચ સામે ભ્રષ્ટાચાર નિવારણ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચોઃ Surat News: બારડોલીમાં મીંઢોળા નદી ગાંડીતૂર, તલાવડી વિસ્તારના 50થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા