દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ દુધીયા ગામે ગેરકાયદે ચાલતી જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. દુધીયા ગામના સરકારી દવાખાનાની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો એકઠા થઈને હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી લીમખેડા પોલીસને મળી હતી. બાતમી મળતાં જ પોલીસે સ્થળ પર ત્રાટકીને સરપ્રાઈઝ દરોડો પાડ્યો હતો.

ગેરકાયદે જુગાર રમતા 4 ઈસમો રંગેહાથ ઝડપાયા

પોલીસે પાડેલા દરોડા દરમિયાન સ્થળ પરથી પત્તા-પાના વડે નાણાંની હાર-જીતનો જુગાર રમી રહેલા 4 જુગારીઓને પોલીસે ઘેરાબંધી કરીને રંગેહાથ પકડી પાડ્યા હતા. દરોડાની આકસ્મિક કાર્યવાહીથી જુગાર રમી રહેલા શખ્સોમાં ભારે નાસભાગ અને ફફડાટ મચી ગયો હતો.

રોકડ રકમ અને પત્તા સહિતનો મુદ્દામાલ જપ્ત

લીમખેડા પોલીસે દાનમાં રમાતા જુગારના સ્થળ પરથી દાવ પર લગાવેલી તેમજ આરોપીઓની અંગઝડતીમાંથી મળી આવેલી કુલ જ રૂપિયા 12,660ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબ્જે કર્યા છે. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની જપ્તી યાદી તૈયાર કરી હતી.

Dahod News: Limkheda Gambling Raid, 4 Arrested Near Dudhiya Government Hospital

પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી

ઝડપાયેલા તમામ 4 આરોપીઓ સામે લીમખેડા પોલીસ મથકમાં જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને અટકાયતી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લીમખેડા તાલુકામાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર પોલીસની આકરી કાર્યવાહીને પગલે જુગારીયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો: Dahodના લીમખેડામાં દબાણ હટાવવા તંત્રનો સપાટો, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમાર્કેશન શરૂ, 7 સપ્ટેમ્બરથી ચાલશે બુલડોઝર!