ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં બકરા ચોરીના મામલે પોલીસની કાર્યવાહી દરમિયાન એક આરોપીએ બ્રિજ પરથી છલાંગ લગાવી હતી. બકરા ચોરી કરીને ઠાસરાથી નડિયાદ તરફ જઈ રહેલી કારને પોલીસે બાતમીના આધારે બ્રિજ પર રોકી હતી. આ દરમિયાન પોલીસથી બચવા એક આરોપીએ બ્રિજ પરથી કૂદકો માર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા આરોપીને સારવાર માટે ડાકોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બાતમીના આધારે પોલીસે કાર રોકી
મળતી માહિતી મુજબ, બકરા ચોરી કરીને ઠાસરાથી નડિયાદ તરફ જઈ રહેલી કાર અંગે પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે ડાકોરના બ્રિજ પર કાર રોકી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન કારમાં સવાર એક આરોપીએ બચવા માટે બ્રિજ પરથી છલાંગ લગાવી હતી.
