ગીર સોમનાથ જિલ્લાના ચકચારી કોડીનાર ધર્માંતરણ અને દુષ્કર્મ કેસમાં સ્થાનિક પોલીસ અને ખાસ ગઠિત SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં SITની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન વધુ ત્રણ આરોપીઓની સંડોવણી ખુલી છે. જેને પગલે પોલીસે ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લઈ કાયદેસરની ધાકધમકી અને તપાસ શરૂ કરી છે.
2 સગીરાઓ પર દુષ્કર્મ અને ઉનાવા દરગાહ ખાતે ધર્માંતરણ કરાવ્યાનો ખુલાસો
SITની તપાસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપીઓએ બે સગીરાઓને જબરદસ્તી પોતાના શિકાર બનાવી તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત મહેસાણા જિલ્લાના ઉનાવા દરગાહ ખાતે સગીરાઓનું ગેરકાયદે અને દબાણપૂર્વક ધર્માંતરણ કરાવવામાં આવ્યું હોવાની બાબત સામે આવી છે. આ કેસમાં તાલીબહુસેન શેખ અને હુસેનભાઈ શેખ સામે સગીરાઓ સાથે જબરદસ્તી દુષ્કર્મ આચરવાના ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે, જ્યારે અન્ય આરોપી નાઝીમઅલી સૈયદ સામે સગીરાનો પીછો કરવાનો અને વારંવાર ફોન કરીને હેરાન કરવાનો આક્ષેપ છે.
