હિંમતનગરમાં ACBએ સફળ ટ્રેપ ગોઠવી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોદરને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. રેતી ભરેલા ટ્રેક્ટરને ડિટેઇન ન કરવા માટે તેમણે રૂ. 2 હજારની લાંચની માંગણી કરી હોવાનો આરોપ છે. જાગૃત નાગરિકની ફરિયાદના આધારે મહેસાણા ACBએ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી.
2 હજારની માંગણી, આજે 1 હજાર આપવાનું નક્કી
ફરિયાદ મુજબ રેતી ભરેલા ટ્રેક્ટર સામે કાર્યવાહી ન કરવા અને તેને ડિટેઇન ન કરવા માટે હેડ કોન્સ્ટેબલે રૂ. 2 હજારની લાંચ માગી હતી. લાંચની માંગણીમાંથી રૂ. 1 હજારની રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફરિયાદીએ આ મામલે ACBનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું.
