સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર દ્વારા સકંજો કસવામાં આવ્યો છે. પોશીના તાલુકાના આંજણી ગામમાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને LCB ની ટીમે બાતમીના આધારે એક ખેતરમાં સફળ રેડ પાડી હતી. આ રેડ દરમિયાન કપાસની ખેતીની આડમાં છુપી રીતે કરવામાં આવેલું લીલા ગાંજાનું મોટું વાવેતર પકડાઈ ગયું છે.

2 કરોડથી વધુનો મુદ્દામાલ અને 666 છોડ જપ્ત

પોલીસની આ સઘન કાર્યવાહીમાં ખેતરમાંથી 401 કિલો ના વજન સાથે કુલ 666 લીલા ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા છે. કપાસની આડમાં ઉગાડવામાં આવેલા આ ગાંજાના જથ્થાની બજાર કિંમત 2 કરોડ કરતા પણ વધારે આંકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આંતરિયાળ વિસ્તારમાંથી છેલ્લા ચાર દિવસમાં જ 3 કરોડ 86 લાખ કરતાં વધુનો પ્રતિબંધિત જથ્થો ઝડપાઈ ચૂક્યો છે.

Kheda News: ACB Trap: Advocate Arrested Taking ₹2.50 Lakh Bribe for ASI

ગુજરાત-રાજસ્થાન સરહદી વિસ્તારમાં ગેરકાયદે વાવેતર

ગુજરાત અને રાજસ્થાનને જોડતા સરહદી અને અંતરિયાળ વિસ્તારોમાં પોલીસની નજરથી બચવા માટે બુટલેગરો અને તસ્કરો દ્વારા આ પ્રકારે ગેરકાયદે ગાંજાનું વાવેતર કરવામાં આવી રહ્યા છે, જે પોલીસ તંત્ર માટે પણ એક મોટો પડકાર સમાન સાબિત થઈ રહ્યા છે. જોકે, સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે આ કૌભાંડોનો પર્દાફાશ થઈ રહ્યો છે.

Kheda News: ACB Trap: Advocate Arrested Taking ₹2.50 Lakh Bribe for ASI

આરોપીની અટકાયત અને NDPS એક્ટ હેઠળ ગુનો

આ પ્રકરણમાં ખેતરના માલિક શ્રવણ હાંસા ગામર નામના આરોપીની પોલીસે અટકાયત કરી લીધી છે, જ્યારે અન્ય એક આરોપી મણા ભોમા ગમાર ની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપી સામે કાયદેસરની કડક કાર્યવાહી કરતા NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


આ પણ વાંચો: Sabarkantha News: પોશીનામાં કપાસની આડમાં ચાલતું 1.72 કરોડનું ગાંજાનું વાવેતર ઝડપાયું