પૂર્વ કચ્છ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એક મોટી સફળતા મેળવીને આંતરરાજ્ય ઘરફોડ ચોરીઓ કરતી શાતિર નેપાળી મહિલા ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ દ્વારા દેશના અલગ-અલગ રાજ્યોમાં આચરવામાં આવેલી 1 કરોડથી પણ વધુની કિંમતની 6 જેટલી મોટી ચોરીઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. સાયબર ક્રાઇમ, LCB અને આદિપુર સર્વેલન્સ ટીમની સંયુક્ત કામગીરીથી કોઈ નવી ચોરીની ઘટના બને તે પહેલાં જ 2 નેપાળી મહિલાઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવી છે.
સલીના શાહી અને રવીના શાહી ઝડપાઇ
ધરપકડ કરાયેલી મહિલાઓમાં નેપાળની રહેવાસી સલીના શાહી અને રવીના શાહીનો સમાવેશ થાય છે. આ મહિલાઓ મોંઘી સોસાયટીઓમાં ઘરકામના બહાને ઘરમાં ઘૂસીને મકાન માલિકોનો વિશ્વાસ કેળવતી હતી અને તક મળતાં જ કરોડોના દાગીના તથા રોકડ રકમ ચોરીને ફરાર થઈ જતી હતી.
