મોરબીના ટીંબડી પાટિયા નજીક ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઈક પર સવાર પરિવારને ડમ્પરે અડફેટે લેતાં પિતા અને તેમના માસૂમ પુત્રનાં કરુણ મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં માતાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યાં છે. એક જ પરિવારના બે સભ્યોનાં મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

ડમ્પરે બાઈકને અડફેટે લેતાં સર્જાયો અકસ્માત

મળતી પ્રાથમિક માહિતી મુજબ, ટીંબડી પાટિયા નજીક બાઈક પર એક પરિવાર પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ડમ્પરે બાઈકને અડફેટે લેતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક સવાર પિતા અને તેમના માસૂમ પુત્રને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

માતાને ગંભીર ઈજા, રાજકોટ રિફર કરાયાં

અકસ્માતમાં માતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, ઈજાઓ ગંભીર હોવાથી વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યાં છે.

પોલીસની તપાસ શરૂ

અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર ઘટનાની વિગતો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેની અન્ય વિગતો અંગે તપાસ બાદ વધુ માહિતી સામે આવશે. 


આ પણ વાંચો :    Jasdan: પાટીદાર આંદોલન અંગે દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ, “ સારા મુખ્યમંત્રીને સત્તામાંથી ઉતારવા પડ્યા "