રાજ્યભરની હાઇવે હોટેલો અને ખાદ્ય સામગ્રી વેચતા સ્થળો પર નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં અટકાવવા માટે રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા વિશેષ ચેકિંગ હાથ ધરવા કડક આદેશો આપવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં જ્યારે ફૂડ વિભાગ દ્વારા ધડાધડ કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે આશ્ચર્યજનક રીતે પંચમહાલ જિલ્લામાં ફૂડ વિભાગ સદંતર નિષ્ક્રિય જણાયું હતું અને અધિકારીઓ મીડિયા સમક્ષ માહિતી આપવા બાબતે ટાળમટોળ કરતા નજરે પડ્યા હતા.

રિયાલિટી ચેકમાં ફૂડ વિભાગની બેદરકારી અને વાહનોની અછત ઉજાગર

સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેક દરમિયાન એક અત્યંત ચોંકાવનારું તથ્ય બહાર આવ્યું છે. તપાસમાં સામે આવ્યું કે પંચમહાલ જિલ્લા ફૂડ વિભાગ પાસે ચેકિંગ કરવા માટેની સ્પેશિયલ વાન બ્રેકડાઉન થયેલી છે અને વિભાગ પાસે હાલ યોગ્ય વાહનની પણ સુવિધા ઉપલબ્ધ નથી. આ ગંભીર બેદરકારીના કારણે સમગ્ર દિવસ દરમિયાન જિલ્લામાં કોઈ જ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી.

Panchmahal News: Food Dept Exposed, Darshan Cafe Sealed Without License near Godhra

ગોધરા નજીક 'દર્શન કાફે'માં તપાસ અને કાફે બંધ કરવાની કાર્યવાહી

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટીમ દ્વારા ગોધરા નજીક હાઇવે પર આવેલા 'દર્શન કાફે' ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન કાફે સંચાલકો પાસેથી કોઈપણ પ્રકારના અધિકૃત દસ્તાવેજી પુરાવા કે ફૂડ લાયસન્સ મળી આવ્યા ન હતા. પરિણામે, ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે કડક પગલાં લેતાં દર્શન કાફેને બંધ કરાવી દીધું હતું તેમજ ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.


આ પણ વાંચો: Panchmahal News: શંકરસિંહ વાઘેલાએ કહ્યું આદિવાસીઓ હિન્દુ નથી, જાણો BJP MLA શૈલેષ મહેતાએ શું જવાબ આપ્યો?