પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ગામે જૂની અદાવતને લઈને એક યુવક ઉપર ઘાતક હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના ચકચાર મચાવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અગાઉ ગામના કેટલાક શખ્સોએ ઘરે આવીને અપશબ્દો બોલીને ભારે હોબાળો મચાવ્યો હતો, જેની અદાવત રાખીને આ હુમલાને અંજામ આપવામાં આવ્યો છે.
6 શખ્સો દ્વારા જીવલેણ હુમલો
બાબરી ગામે બનેલી આ ઘટનામાં કુલ 6 શખ્સોએ મળીને ફરિયાદી યુવક નરેશ ઠાકોર પર જીવલેણ હુમલો કર્યો હતો. શરૂઆતમાં થોડા શખ્સોએ આવીને વિવાદ કર્યો હતો, અને બાદમાં અન્ય સાથીદારોને સાથે બોલાવીને આડેધડ માર માર્યો હતો.
લોખંડની ટોમીથી મરાયા ગંભીર ગડદા-પાટુ
હુમલા દરમિયાન આરોપીઓ દ્વારા ઉશ્કેરાઈને યુવકને લોખંડની ટોમીથી માથાના ભાગે જીવલેણ ફટકા મારવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગડદાપાટુનો માર મારીને યુવકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

હોસ્પિટલ અને પોલીસ ફરિયાદની કાર્યવાહી
હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવક નરેશ ઠાકોરને તાત્કાલિક ધોરણે પ્રથમ સમી CHC ખાતે અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મા અંગે ભોગ બનનારો યુવક નરેશ ઠાકોરે સમી પોલીસ સ્ટેશનમાં ગામના જ 6 શખ્સો વિરુદ્ધ નામજોગ લેખિત ફરિયાદ નોંધાવી છે, અને પોલીસે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Patan News: રાધનપુર નગરપાલિકામાં વિવાદ વકર્યો, કોંગ્રેસનાં મહિલા સભ્યને લાફો મારવાની ધમકીનો આક્ષેપ