સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં નવા વર્ષની શરૂઆતના દિવસે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જૂની અદાવતને લઈને તોફાની તત્વોએ હંગામો મચાવ્યો હતો. ગોપીનાથ કોમ્પ્લેક્સ પાસે બે વાહનોમાં તોડફોડ કરવામાં આવતાં વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

ગોપીનાથ કોમ્પ્લેક્સ પાસે વાહનોમાં તોડફોડ

મળતી માહિતી મુજબ, પ્રાંતિજના ગોપીનાથ કોમ્પ્લેક્સ પાસે જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન તોફાની તત્વોએ બે વાહનોને નિશાન બનાવી તોડફોડ કરી હતી.

ભાંખરીયા વિસ્તારમાં નાસભાગ

ભાંખરીયા વિસ્તારમાં હંગામો થતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અચાનક સર્જાયેલી પરિસ્થિતિને પગલે વિસ્તારમાં નાસભાગ મચી હતી અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી

ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, જૂથ અથડામણ પાછળની જૂની અદાવતનું ચોક્કસ કારણ અને તોડફોડમાં સામેલ લોકો અંગે વધુ વિગતો સામે આવી નથી.  


આ પણ વાંચો :     Delhi : પ્રણવ મુખર્જી વડાપ્રધાન બનવા ઇચ્છતા હતા તો તેમાં ખોટું શું? શર્મિષ્ઠા મુખર્જીએ સોનિયા ગાંધીને આપ્યો જવાબ