સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક મોટું અને ચોંકાવનારૂં આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. મૂળી પોલીસ દ્વારા પોન્ઝી સ્કીમના નામે આચરવામાં આવેલા આ રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરીને કુલ રૂ. 3.49 કરોડના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. 4 ઇસમોની એક કુખ્યાત ટોળકી દ્વારા સોલાર પ્લાન્ટમાં વાહનો ભાડે મૂકવાની લાલચ આપીને ભોળા નાગરિકો સાથે મોટી ઠગાઈ કરવામાં આવી હતી, જે મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ અને દાહોદ સહિતના જિલ્લામાંથી વાહનો ગીરવે મૂક્યા

આ ઠગ ટોળકીનું નેટવર્ક ઘણું વ્યાપક હતું. આરોપીઓએ પંચમહાલ, દાહોદ અને ગોધરા સહિતના વિવિધ જિલ્લાઓમાંથી લોકોને વિશ્વાસમાં લઈને છેતરપિંડીથી કુલ 51 જેટલા વાહનો મેળવ્યા હતા. આ મેળવેલા વાહનોને ત્યારબાદ અન્ય જગ્યાએ ગીરવે મૂકીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો મોટો ધડાકો પોલીસ તપાસમાં થયો છે. આ રાજ્યવ્યાપી રેકેટથી અનેક વાહનમાલિકો મુશ્કેલીમાં મુકાયા હતા.

Surendranagar News: Muli Police Seize 51 Vehicles Worth 3.49 Crores in Ponzi Scam

મૂળી પોલીસ સ્ટેશન પૂરું પડ્યું નાનું, 38 ટ્રેક્ટર અને 3 JCB સહિતનો મુદ્દામાલ જપ્ત

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ મોટી રેડમાં જપ્ત કરાયેલા વાહનોનો જથ્થો એટલો મોટો હતો કે, મૂળી પોલીસ મથકનો કમ્પાઉન્ડ પણ વાહનો મૂકવા માટે નાનો પડ્યો હતો. પોલીસે જપ્ત કરેલા આ મુદ્દામાલમાં 38 ટ્રેક્ટરો, 3 JCB મશીન, ડમ્પર અને કાર સહિતના વાહનોનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં વાહનો એકસાથે કબજે થતા પોલીસ બેડામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

Surendranagar News: Muli Police Seize 51 Vehicles Worth 3.49 Crores in Ponzi Scam

મુખ્ય આરોપી અરજણ જોગરાણાની ધરપકડ, અન્યની શોધખોળ શરૂ

આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા અરજણ જોગરાણાની ધરપકડ કરવામાં આવી છે. મૂળી પોલીસ દ્વારા તેની કડક પૂછપરછ હાથ ધરીને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ભાળ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આ ગુનામાં આગળની કાયદેસરની કાર્યવાહી પૂરઝડપે ચાલુ છે.


આ પણ વાંચો: Surendranagar News: જ્ઞાનશક્તિ સ્કૂલ ઓફ રેસિડેન્સીના પ્રશ્ને વિદ્યાર્થીઓ અને વાલીઓ રસ્તા પર ઉતર્યા, વઢવાણ-લખતર રોડ પર ચક્કાજામ