સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને PGVCL દ્વારા ગુનાખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે સાયલા અને થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાપક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સંયુક્ત ઓપરેશન અંતર્ગત કુલ 104 ટીમો બનાવવામાં આવી હતી, જેણે ચોરવીરા (શા), ઇશ્વરીયા, વગડીયા, સોનગઢ અને વેલાળા સહિતના વિવિધ ગામોમાં સઘન ચેકિંગ હાથ ધરી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે કડક પગલાં લીધા હતા.

રૂ. 1,54,50,000 નો જંગી દંડ ફટકારાયો

વીજ ચોરી કરતા ઈસમો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આ સઘન ચેકિંગ દરમિયાન કુલ 1080 ગેરકાયદે વીજ કનેક્શનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ગેરકાયદે વીજજોડાણ અને વીજચોરી પકડાતા સંબંધિત ઈસમો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને કુલ રૂ. 1,54,50,000નો જંગી દંડ ફટકારવામાં આવ્યો હતો, જેનાથી વીજ ચોરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

Surendranagar News: Police & PGVCL Raid, Massive Crackdown on Power & Mineral Theft

ખનિજ ચોરી પર લાલ આંખ અને એક્સપ્લોઝિવનો ગુનો

માત્ર વીજ ચોરી જ નહીં, પરંતુ વિસ્તારમાં ચાલતી ગેરકાયદે ખનિજ ચોરી પર પણ પોલીસ દ્વારા સકંજા કસવામાં આવ્યો છે. ગેરકાયદે કાર્બોસેલના ખનન અને તેના વહન પર સંપૂર્ણ રોક લગાવવા માટે આ ખાસ કાર્યવાહી કરાઈ હતી. આ તપાસ દરમિયાન ગેરકાયદે પ્રવૃત્તિઓ સંદર્ભે સાયલા પોલીસ સ્ટેશનમાં એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સ્થળ પરથી 1 શંકાસ્પદ વાહન ડીટેઇન કરીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Surendranagar News: Police & PGVCL Raid, Massive Crackdown on Power & Mineral Theft


https://x.com/sandeshnews/status/2107167076460982565?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2107167076460982565%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=


આ પણ વાંચો: Surendranagarના સાયલામાં ખાણ ખનીજ વિભાગની લાલ આંખ: ગેરકાયદે કોલસાના કૂવા પર ત્રાટક્યું તંત્ર!