દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલી ‘ટચ ધ લાઈટ’ નામની ખાનગી શાળામાં સરકારી શાળા માટે આવેલા શિક્ષણ સાહિત્યનો જથ્થો બિનઅધિકૃત રીતે મોકલી આપવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
દાહોદ શિક્ષણ વિભાગની મોટી કાર્યવાહી
સલરા ક્લસ્ટરના સીઆરસી કો-ઓર્ડિનેટર પૂર્વીબેન ઉપાધ્યાય દ્વારા સરકારી શાળાઓ માટે ફાળવવામાં આવેલા સ્માર્ટ બોર્ડ, નિપુણ ભારત મિશનની કીટો તેમજ સમગ્ર શિક્ષા અભિયાન (SSA) નું સરકારી સાહિત્ય ગેરકાયદેસર રીતે આ ખાનગી શાળા સુધી પહોંચાડવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.આ સમગ્ર કૌભાંડની ગંભીરતાને ધ્યાને રાખીને ત્રણ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (TPO) ની સંયુક્ત તપાસ ટીમ રચવામાં આવી હતી. આ ટીમે સુપ્રત કરેલા તપાસ અહેવાલમાં પૂર્વીબેન ઉપાધ્યાયની ગંભીર નિષ્કાળજી, પદનો દુરુપયોગ અને ખાનગી શાળા સાથેની સાંઠગાંઠ સ્પષ્ટપણે સાબિત થઈ હતી.
