કેન્દ્રશાસિત પ્રદેશ દમણના ટ્રાન્સપોર્ટ નગર ખાતે દમણ જિલ્લા પ્રશાસન, પોલીસ અને આરટીઓ (RTO) વિભાગના સંયુક્ત ઉપક્રમે એક અનોખો જાગૃતિ કાર્યક્રમ "થાર-ફોર્ચ્યુનર સંકલ્પ યાત્રા" યોજાયો હતો. સોશિયલ મીડિયા પર અને જાહેર રસ્તાઓ પર થાર અને ફોર્ચ્યુનર જેવી ભારે એસયુવી ગાડીઓ દ્વારા સ્ટંટ કરવા, ઓવરસ્પીડિંગ કરવા કે ફૂટપાથ પર ગાડી ચલાવીને "ભાઈગીરી" પ્રદર્શિત કરવાની વધતી જતી પ્રવૃત્તિઓને અટકાવવા તંત્રે આ સકારાત્મક રસ્તો અપનાવ્યો હતો.

દમણમાં અનોખો જાગૃતિ કાર્યક્રમ

https://www.instagram.com/reel/DdEhRD4N2Ye/?utm_source=ig_web_button_share_sheet

દમણમાં થાર અને ફોર્ચ્યુનર ચાલકો માટે 'સંકલ્પ યાત્રા'

દમણમાં નોંધાયેલી થાર અને ફોર્ચ્યુનર ગાડીઓના 150થી વધુ માલિકો અને ચાલકોને એકસાથે લાઈનમાં ઊભા રાખી, તેમના હાથમાં પીળા પ્લેકાર્ડ અને પત્રિકાઓ આપીને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ચાલકોએ રસ્તા પર ઓવરસ્પીડિંગ ન કરવા, ખતરનાક રીતે ઓવરટેક ન કરવા અને કોઈપણ પ્રકારની વીરતા કે "ભાઈગીરી" દર્શાવવાનું ટાળવાની પ્રતિજ્ઞા લીધી હતી.

IAS અધિકારી સૌરભ મિશ્રાએ પ્રતિજ્ઞા લેવડાવી 

આ સમગ્ર કાર્યક્રમમાં દમણના કલેક્ટર અને 2015 બેચના AGUMT કેડરના IAS અધિકારી સૌરભ મિશ્રાએ જાતે હાજર રહીને વાહનચાલકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. મૂળ મધ્યપ્રદેશના 44 વર્ષીય સૌરભ મિશ્રાએ MBBS નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ UPSC પાસ કરી હતી અને તેઓ અગાઉ ચંદીગઢમાં SDM તરીકે સેવા આપી ચૂક્યા છે.

જવાબદાર નાગરિક બનવા પ્રેરિત કર્યા

હરિયાણાના કાર્યકારી DGP ઓ.પી. સિંહે ભૂતકાળમાં થાર ચાલકોની માનસિકતા પર કરેલી ટિપ્પણી બાદ, દમણ કલેક્ટરે દંડ ફટકારવાની જૂની પદ્ધતિથી અલગ પડીને કાર માલિકોનો સીધો સંપર્ક કરી તેમને જવાબદાર નાગરિક બનવા પ્રેરિત કર્યા છે. તંત્રના આ અભિયાનથી "ભાઈચારો કે ભાઈગીરી કૂલ નથી, કાયદાનું પાલન કરવું જ ખરી શાન છે" તેવો સચોટ સંદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Kalol: પ્રેમલગ્નની અદાવતમાં પિતા-પુત્રને કારમાં ઉપાડી લીધા, પોલીસે કારનો પીછો કરી MPના 9 આરોપીઓને ઝડપ્યા