બનાસકાંઠાના જૂના ડીસામાં 240 મકાનો પાડવાના નિર્ણય સામે વિરોધ ઊભો થયો છે. વિસ્તારમાં બની રહેલા પ્રાણી સંગ્રહાલય દરમિયાન 240 મકાનો હટાવવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે અસરગ્રસ્ત લોકો ઘરવખરી લઈને પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. પીડિત પરિવારો દ્વારા પોતાના મકાનો બચાવવા અને ન્યાયની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.

ઘરવખરી સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા પીડિતો

જૂના ડીસામાં મકાનો પાડવાના નિર્ણયથી નારાજ થયેલા લોકો ઘરવખરી સાથે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. પ્રાણી સંગ્રહાલયના નિર્માણ દરમિયાન વિસ્તારમાં આવેલા 240 મકાનો પાડવાના નિર્ણય સામે અસરગ્રસ્ત પરિવારોમાં વિરોધ જોવા મળ્યો હતો. પોતાના ઘર અને પરિવાર સાથે જોડાયેલી ઘરવખરી લઈને પહોંચેલા લોકોએ ન્યાયની માંગ કરી હતી.

કલેક્ટર કચેરી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અસરગ્રસ્ત લોકો કલેક્ટર કચેરીએ પહોંચતાં કચેરીની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લોકોને કલેક્ટર કચેરી સુધી પહોંચતા અટકાવવા માટે જોરાવર પેલેસના દ્વાર પણ બંધ કરવામાં આવ્યા હતા.

100થી વધુ પરિવારોને પ્લોટ ફાળવાયા હોવાનો દાવો

બીજી તરફ તાજેતરમાં સરકાર દ્વારા 100થી વધુ પરિવારોને પ્લોટ ફાળવવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. જોકે, સરકારની કામગીરીથી નારાજ થયેલા લોકો પોતાની માંગણીઓ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જૂના ડીસામાં 240 મકાનો પાડવાના નિર્ણયને લઈને ઊભા થયેલા વિરોધ વચ્ચે અસરગ્રસ્ત પરિવારો ઘરવખરી સાથે ન્યાયની માંગ કરી રહ્યા છે.  


આ પણ વાંચો :   Dabhoi : ‘સંઘ કે VHP પાછળ ફરવાથી ટિકિટ મળે?’ ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના નિવેદનથી રાજકારણમાં ગરમાવો