અમદાવાદ ગ્રામ્યના મહત્વના વેપારી મથક એવા ધોળકા એપીએમસી (APMC) માર્કેટ યાર્ડની ચૂંટણીનો ધમધમાટ અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. સહકારી અને રાજકીય ક્ષેત્રે પ્રતિષ્ઠાનો જંગ બનેલી આ ચૂંટણીમાં સહકાર વિભાગની ૨ બેઠકો અને વેપારી વિભાગની 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.

ધોળકા APMC ચૂંટણીમાં ત્રિપંખીયો-દ્વિપંખીયો સંગ્રામ

હવે બાકી રહેલી બેઠકો પર કબ્જો મેળવવા માટે બંને મુખ્ય પેનલો દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ચૂંટણીમાં કુલ ૩૦ ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે, જેમના ભવિષ્યનો નિર્ણય ધોળકા તાલુકાના કુલ 753 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને કરશે.ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આવતીકાલે 9 સપ્ટેમ્બરના રોજ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન યોજાશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 10 સપ્ટેમ્બરના રોજ સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે અને પરિણામો જાહેર કરવામાં આવશે.

753 મતદારો આવતીકાલે 9 સપ્ટેમ્બરે કરશે મતદાન

ધોળકા એપીએમસીમાં ખેડૂતો, સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ અને વેપારીઓના હિતોનું પ્રતિનિધિત્વ મેળવવા માટે આ સંગ્રામ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. બંને પેનલોના આગેવાનો પોતપોતાની જીતના દાવો કરી રહ્યા છે, ત્યારે 10 સપ્ટેમ્બરે જ સ્પષ્ટ થશે કે ધોળકા APMC પર કોનો દબદબો સ્થાપિત થાય છે.

આ પણ વાંચો: Gandhinagar: કોડીનયુક્ત સિરપ સામે ફૂડ વિભાગનો સપાટો; કલોલમાં પરવાનો રદ, 83 લાખનો જથ્થો ફ્રીઝ