અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા સ્થિત સરગવાળા ગામમાં જીએસપીએલ કંપનીના પાઈપલાઈન કોન્ટ્રાક્ટના કામ દરમિયાન સ્થાનિક ટોળા સાથે હિંસક અથડામણ સર્જાઈ હતી.આ હિંસક ઘર્ષણ દરમિયાન કંપનીના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને વાહનોને નુકસાન પહોંચાડાયું હતું.ઘટનાને પગલે સુરક્ષા કર્મચારીઓ અને પોલીસ વચ્ચે પણ ભારે તણાવની સ્થિતિ પેદા થઈ હતી.
વાહનોમાં પણ વ્યાપક તોડફોડ કરીને નુકસાન પહોંચાડાયું
ધોળકા પંથકના સરગવાળા ગામે જીએસપીએલ કંપની દ્વારા પાઈપલાઈન નાખવા માટે કોન્ટ્રાક્ટનું કામકાજ હાથ ધરવામાં આવી રહ્યું હતું.આ કામગીરી ચાલી રહી હતી તે સમયે અચાનક સ્થાનિક ટોળું એકત્ર થઈ ગયું હતું અને કંપનીની કામગીરી સામે ઘર્ષણ ઊભું કર્યું હતું.આ વિવાદ જોતજોતામાં ઉગ્ર બની ગયો હતો અને હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો.ઉશ્કેરાયેલા ટોળા દ્વારા કંપનીના કર્મચારીઓ પર સીધો હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. હુમલાખોરોએ પોતાની સાથે લાવેલા કોદાળી અને પાવડા જેવા તીક્ષ્ણ અને જીવલેણ હથિયારો વડે કર્મચારીઓ પર હિચકારો હુમલો કર્યો હતો.આ હુમલામાં કંપનીના કર્મચારીઓને ઈજાઓ પહોંચી હતી.આ ઉપરાંત સ્થળ પર હાજર રહેલા કંપનીના વાહનોમાં પણ વ્યાપક તોડફોડ કરીને નુકસાન પહોંચાડાયું હતું.
