ધોરાજી તાલુકાના મોટી મારડ ગામની સીમમાં એક હૃદયકંપાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં અજાણ્યા શખ્સો દ્વારા એક દંપતીની અત્યંત નિર્મમ અને ઘાતકી રીતે હત્યા કરી દેવામાં આવી છે. આ ડબલ મર્ડરની ઘટનાના પગલે સમગ્ર મોટી મારડ ગામ અને ધોરાજી પંથકમાં ભારે અરેરાટી સાથે ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
દંપતીની અત્યંત નિર્મમ અને ઘાતકી રીતે હત્યા
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, મોટી મારડ ગામની સીમમાં આવેલી રમેશભાઈ ભૂતની વાડી પાસે બે વ્યક્તિઓના લોહીલુહાણ મૃતદેહો પડ્યા હોવાની જાણ સ્થાનિક રહીશોને થઈ હતી. આ બાબતે ગામમાં વાયુવેગે વાત ફેલાતા લોકોના ટોળે-ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. મૃતદેહોની ઓળખ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક અન્ય કોઈ નહીં પરંતુ સ્થાનિક દંપતી રોહિતભાઈ અને તેમના પત્ની દુર્ગાબેન છે. બંનેની લાશ વાડી વિસ્તારમાં જ પડી હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ અંગત અદાવત કે લૂંટના ઈરાદે રાત્રિના સમયે આ ખૂની ખેલ ખેલાયો હોવાની શંકા સેવાઈ રહી છે.
