ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દ્વારકાની મુલાકાત દરમિયાન સુપ્રસિદ્ધ જગત મંદિરે દર્શન કર્યા હતા અને ભગવાન દ્વારકાધીશજીના પૂજા-અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે વિશ્વપ્રસિદ્ધ બ્લૂ ફ્લેગ શિવરાજપુર બીચ ખાતે વિવિધ પ્રવાસનલક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે.
CMએ જગત મંદિરે પૂજા-અર્ચના કરી
પ્રાપ્ત વિગતો અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકાધીશ જગત મંદિરમાં ભક્તિભાવપૂર્વક શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા.મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશજીના ચરણોમાં રાજ્યના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.આ સાથે જ તેમણે સમગ્ર ગુજરાતમાં શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
