રાજ્યભરમાં 15 વર્ષથી ઓછી વયના બાળકો માટે ચિંતાનું કારણ બનેલા ચાંદીપુરા વાયરસનો પંજો હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પ્રસરી રહ્યો છે. તાજેતરની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા એક શ્રમિક પરિવારના આશરે 2 વર્ષીય માસુમ બાળકની તબિયત અચાનક બિગડી હતી. બાળકમાં ચાંદીપુરા વાયરસને મળતા આવતા શંકાસ્પદ લક્ષણો જેવા કે તીવ્ર તાવ અને શારીરિક અસ્વસ્થતા જણાતાં પરિવારે તેને સ્થાનિક સ્તરે સારવાર અપાવી હતી.
2 વર્ષીય માસુમ બાળકની તબિયત અચાનક બિગડી
જો કે, બાળકની ગંભીર સ્થિતિને ધ્યાને રાખી તબીબો દ્વારા તેને વધુ સઘન અને સ્પેશિયલાઇઝ્ડ સારવાર માટે તાત્કાલિક જામનગરની જનરલ જી.જી. હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. જામનગર જી.જી. હોસ્પિટલના પિડિયાટ્રિક વિભાગના તબીબોની ટીમે બાળકને આઈસોલેટ કરી સારવાર શરૂ કરી દીધી છે. આ સાથે જ વાયરસની ચોક્કસ પુષ્ટિ કરવા માટે જરૂરી બ્લડ સેમ્પલ મેળવી લેબોરેટરી તપાસ અર્થે રવાના કરવામાં આવ્યા છે.
