ગુજરાતના દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના જામ ખંભાળિયા (Jam Khambhalia) તાલુકાના ભાડથર (Bhadthar) ગામે જમીન વિવાદ (Land Dispute) માં લોહિયાળ ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભાડથર ગામના ખાટલા ડુંગર વાડી વિસ્તારમાં રહેતા 40 વર્ષ (40 Years) ના ભોલાભાઈ કારાભાઈ અવસુરા (Bholabhai Karabhai Avsura) અને તેમના પિતરાઈ ભાઈ નાથાભાઈ લખમણભાઈ અવસુરા (Nathabhai Lakhmanbhai Avsura) વચ્ચે છેલ્લા 7 વર્ષથી જમીનના ભાગ પાડવા બાબતે વિવાદ ચાલી રહ્યો હતો, જે અદાવતમાં 1 વર્ષ અગાઉ પણ મારામારી થઈ હતી. તારીખ 23 નવેમ્બર (23 November) ને સોમવારના રોજ સાંજે 6 વાગ્યા (6 PM) ના અરસામાં ભોલાભાઈ ઘર પાસે પાણીની મોટર ચાલુ કરવા ગયા ત્યારે આરોપી નાથા અવસુરા તીક્ષ્ણ ધારિયા (Dharia) સાથે ત્યાં ધસી આવ્યો હતો અને હુમલો કર્યો હતો.

માતા વચ્ચે પડ્યા છતાં બેફામ ઘા ઝીંક્યા

પુત્રને બચાવવા માટે માતા લાખીબેન (Lakhiben) વચ્ચે પડ્યા હોવા છતાં ઉશ્કેરાયેલા આરોપીએ ભોલાભાઈના માથા, બંને પગ અને હાથના ભાગે ધારિયાના બેફામ ઘા ઝીંકી દીધા હતા. દેકારો થતા આસપાસના લોકો દોડી આવતા આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જ્યારે લોહીલુહાણ અને બેભાન હાલતમાં ભોલાભાઈને જામ ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડાતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ગણતરીના કલાકોમાં ડી-સ્ટાફ પોલીસે આરોપીને દબોચ્યો

ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા (SP Jayrajsinh Vala), LCB અને જામ ખંભાળિયા PI સી.આર. રાણા (PI C.R. Rana) સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતકના માતા લાખીબેનની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી વિવિધ ટીમો બનાવી હતી અને ભાડથર વિસ્તારમાં તપાસ કરી રહેલી જામ ખંભાળિયા ડી-સ્ટાફ પોલીસે (D-Staff Police) બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપી નાથા અવસુરાને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Dahodના પેથાપુર ગામે યુવક પર જીવલેણ હુમલો, પેશાબ કરવાની ના પાડતા 4 શખ્સોએ મચાવ્યો આતંક