ગુજરાતના દાહોદ (Dahod) જિલ્લાના ગોવિંદગુરૂ લીમડી (Govindguru Limdi) તાલુકાના પેથાપુર (Pethapur) ગામે સામાન્ય બાબતે યુવક પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઘર સામે પેશાબ કરવાની ના પાડતા નંબર વગરની સફેદ સ્કોર્પિઓ (White Scorpio Without Number Plate) માં આવેલા 4 શખ્સોએ ભારે આતંક મચાવ્યો હતો. હુમલાખોરોએ પોતે 'શારદા ગામના કિંગ અને દાદા' હોવાની ધમકી આપીને દંપતી સાથે મારામારી શરૂ કરી હતી.
પેટ અને છાતીમાં ચપ્પુના ઘા ઝીંક્યા
હુમલા દરમિયાન એક આરોપીએ ફરિયાદી રાજુભાઈ ડામોર (Rajubhai Damor) ને પકડી રાખ્યા હતા અને અન્ય આરોપીએ તેમના પેટ અને છાતીના ભાગે ચપ્પુ (Knife) ના ઘા ઝીંકીને ગંભીર ઈજા પહોંચાડી હતી. પતિને બચાવવા માટે વચ્ચે છોડાવવા પડેલા ફરિયાદીના પત્ની સરલાબેન (Sarlaben) ને પણ આરોપીઓએ છૂટા હાથનો માર માર્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ ફેલાઈ ગયો હતો.
