ગુજરાતના અમદાવાદ (Ahmedabad) ખાતે આવેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (Veer Savarkar Sports Complex) માં 3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026 (3rd All India Police Badminton Cluster 2026) ટુર્નામેન્ટનું સમાપન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ની હાજરીમાં યોજાયું હતું. દેશના અલગ-અલગ રાજ્યોમાંથી પોલીસ કર્મીઓ અને અધિકારીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમાપન પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગત 6 દિવસો (6 Days) થી વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમના સ્પોર્ટ્સ સ્પિરિટનું સાક્ષી રહ્યું છે અને 1000 થી વધુ (More Than 1000) ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં સહભાગી થયા છે.
અમિત શાહનો આભાર અને DGP ની પ્રેરણા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પોલીસ અને સ્પોર્ટ્સ વચ્ચે ટીમ સ્પિરિટની ભાવના છે અને જવાનોએ બંને જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે. ગુજરાતને પ્રથમ વાર આ આયોજનનો અવસર મળ્યો તે બદલ તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) નો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ (Fit India Movement) માત્ર વ્યક્તિગત નહીં પણ જનઆંદોલન બન્યું છે, નારી શક્તિ પોલીસ બળ અને ખેલ જગતમાં આગળ છે તે ઉદાહરણ દેખાયું છે, તેમજ ગુજરાત DGP (Gujarat DGP) પોતે ખેલ મેદાને ઉતરી સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે.
